બોડકદેવમાં LCBનો સપાટો: ઝોન-૭ LCBએ ₹8.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વર્ના કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

by Bansari Bhavsar

 

અમદાવાદ, [જુલાઈ ૨૬, ૨૦૨૫]: અમદાવાદ શહેરમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે. ત્યારે અમદાવાદ પોલીસની ઝોન-૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બોડકદેવ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે અને બે લોકોને ઝડપી લીધા છે.

Click here to see video

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, બોડકદેવ વિસ્તારમાં લેવીસ ગ્રીન પાર્ટી પ્લોટ સામેના રોડ પર દારૂનો જથ્થો લઈને એક કાર આવવાની છે. આ બાતમીના આધારે પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન વર્ના કાર નંબર GJ-38-BC-8158 ને રોકવામાં આવી હતી.

કારની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 69 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત ₹3,06,130/- રૂપિયા છે. પોલીસે દારૂ ઉપરાંત, ₹5,50,000/- રૂપિયાની કિંમતની વર્ના કાર પણ જપ્ત કરી છે. આમ, કુલ ₹8,56,130/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો છે.

ઝડપાયેલા બે આરોપીઓના નામ દિપ ભાવેશભાઈ ખોરાસિયા (ઉંમર 25) અને નાનજીભાઈ પીરાભાઈ રબારી (ઉંમર 25) છે. તેમની સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં ઝોન-૭ LCB ના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી. જાડેજા અને તેમની ટીમના માણસો સામેલ હતા. પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

 

Related Posts