અમદાવાદ: શહેરમાં તાજેતરમાં કેટલાક જાહેર સ્થળો પર સતર્કતા ગૃપ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગે લોકજાગૃતિ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ ગૃપ દ્વારા અવારનવાર લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. જોકે, તાજેતરમાં આ ગૃપ દ્વારા કેટલાક વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
આ પોસ્ટરો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ધ્યાને આવતા તેમને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે જ, ગૃપને ભવિષ્યમાં આવા વિવાદાસ્પદ પોસ્ટરો ન લગાવવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. ટ્રાફિક જાગૃતિ સિવાયના વિવાદાસ્પદ લખાણવાળા પોસ્ટરો બનાવવા કે લગાવવા અંગે સતર્કતા ગૃપ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કોઈ જાણ કરવામાં આવી ન હતી.
આ અંગેની માહિતી સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક, અમદાવાદ શહેર, એન.એન. ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.