લસકાણા પોલીસે નકલી RAJNIGANDHA અને TULSI ના ઉત્પાદકોને ઝડપી પાડ્યા, લાખોનો મુદ્દામાલ જપ્ત

આશરે રૂ. 9,94,950/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં નકલી સ્ટીકરો, કાચો માલ અને મશીનરીનો સમાવેશ

by Bansari Bhavsar

સુરત: લસકાણા પોલીસે RAJNIGANDHA અને TULSI કંપનીના રજિસ્ટર્ડ લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા એક આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રીની સૂચના મુજબ કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીનું નામ રમેશભાઇ હરીભાઇ જોસરફાલ છે. તેનો બીજો એક ભાગીદાર, જયેશભાઇ પડસાળા, વોન્ટેડ છે. પોલીસે કોપી રાઈટ એક્ટ 1957ની કલમ 63 અને 65 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 9,94,950/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં નકલી RAJNIGANDHA અને TULSI ના સ્ટીકરના રોલ, લુઝ તમાકુ, કાથો, મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર, RAJNIGANDHA ફ્લેવરનું એસેન્સ, અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોપારી ઓવન મશીન, મિક્સર મશીન અને પેકિંગ મશીન જેવી મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે.

આ કામગીરી પો.ઇન્સ. કે.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. એન.આર. પટેલ અને તેમની ટીમે કરી હતી.

 

Related Posts