અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં દારૂનો કુખ્યાત બુટલેગર, ૨૮ ગુનાઓમાં વોન્ટેડ અને બે વખત પાસા હેઠળ અટકાયત

૧૦ ગુનાઓમાં વોન્ટેડ બુટલેગર સાવન દીદાવાલા આખરે ક્રાઈમ બ્રાન્ચની ગિરફ્તમાં

by Bansari Bhavsar

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારૂના મોટા જથ્થાના ૧૦ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી સાવન નાથુભાઈ દીદાવાલા (ઉંમર ૪૦)ને શોધી કાઢ્યો છે. આ આરોપી મહાજનીયાવાસ, એસ.ટી. વર્કશોપની સામે, છારાનગર, નરોડા પાટીયા, અમદાવાદનો રહેવાસી છે.

ડી.સી.બી. પોલીસે આરોપીને ૦૫/૦૮/૨૫ ના રોજ સાંજે ૬:૪૫ વાગ્યે નરોડા પાટીયાથી પકડ્યો હતો. તેની ધરપકડ ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુના રજિસ્ટર નંબર ૧૧૧૯૧૦૧૧૨૪૦૨૦૩/૨૪ મુજબ કરવામાં આવી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ દર્શાવે છે કે તેની સામે પ્રોહિબિશનના ૨૮ ગુનાઓ નોંધાયેલા છે. તે અગાઉ ૨૦૧૦ અને ૨૦૨૩માં બે વખત પાસા (PASA) હેઠળ અટકાયતી તરીકે પણ રહી ચૂક્યો છે.

Related Posts