અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 9 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 648 બોટલ કબ્જે કરી છે, જેની કિંમત ₹68,520 છે.
આ ઘટના અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગુપ્ત માહિતીના આધારે, ડી.સી.આઈ.એસ સર્કલ, બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ પાસેના સર્વિસ રોડ પરથી પોલીસે આ દારૂનો જથ્થો પકડ્યો. આ દારૂ રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હતો.
13 ઓગસ્ટ, 2025 ના રોજ બપોરે 13:00 વાગ્યે પોલીસે આ મહિલા આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલ મહિલાઓના નામ:
* રેણુકાબેન વા/ઓ રાહુલ હિતેન્દ્રભાઈ ચુનારા (ઉંમર 24)
* ધર્મિષ્ઠાબેન વા/ઓ કનૈયાલાલ ભગવાનદાસ ચુનારા (ઉંમર 37)
* નીમીષાબેન વા/ઓ વિપુલભાઈ કાળુભાઈ ચુનારા (ઉંમર 40)
* જાગૃતિબેન વા/ઓ સન્નીભાઈ રમેશભાઈ ચુનારા (ઉંમર 26)
* દિવ્યાબેન વા/ઓ દિલીપભાઈ દિલીપભાઈ ચુનારા (ઉંમર 35)
* માયાબેન વા/ઓ રાજેશભાઈ હરીશભાઈ ચુનારા (ઉંમર 45)
* રમીલાબેન વા/ઓ રાજુભાઈ રસિકભાઈ ચુનારા (ઉંમર 59)
* દિપીકાબેન ડો/ઓ અંબાલાલ નાનુભાઈ ચુનારા (ઉંમર 35)
* સુનીતાબેન વા/ઓ ચંદ્રકાંતભાઈ ગોવિંદભાઈ ચુનારા (ઉંમર 58)
આરોપીઓ વિરુદ્ધ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, અને 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.