અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતા 8 લોકોને રૂ. 19,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પોલીસ કમિશ્નરની પ્રોહી/જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવેલી ડ્રાઈવના ભાગરૂપે કરવામાં આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે સાબરમતી વિસ્તારમાં કેટલાક લોકો પૈસાથી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે, સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર.વાઘેલાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષ ઉર્ફે જીગુ મહેશભાઇ પરમાર, રાજ ભુપતભાઇ ઠાકોર, વિક્રમ રમેશભાઇ ઠાકોર, હરીસીંગ સાવધાનજી સોલંકી, વિષ્ણુ પ્રતાપજી ઠાકોર, રણજીત છનાજી ઠાકોર, ભરત પોપટજી ઠાકોર અને કિર્તી અનારજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.