ક્રાઇમ બ્રાંચની સપાટો: કુરિયર મારફતે દારૂનું રેકેટ ચલાવતો મુખ્ય આરોપી ઝડપાયો’

by Bansari Bhavsar

અમદાવાદ: કુરિયર મારફતે ગેરકાયદેસર બીયર મોકલનાર મુખ્ય આરોપી રુષભ કુમ્ભા ગાલા ઝડપાયો

​અમદાવાદ, તા. ૨૦ સપ્ટેમ્બર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુરિયર દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી બીયરનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી રુષભ ઉર્ફે રમેશ કુમ્ભા ગાલા (ઉ.વ. ૩૭) ને ઝડપી પાડ્યો છે. તે ૨૦૨૩થી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો.

​રુષભ મહારાષ્ટ્રના ભીંડી અને વસઈ જેવા વિસ્તારોમાં ગોડાઉન ભાડે રાખીને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દાદરાનગર હવેલીમાંથી વિદેશી બીયરનો જથ્થો મંગાવતો હતો.

​આરોપી બીયરના પાર્સલને છ અલગ-અલગ લેયરમાં પેક કરતો હતો અને ગુજરાતની અલગ-અલગ કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરીને નકલી બિલ બનાવતો હતો. ત્યારબાદ, તે આ પાર્સલને લોકલ વાહનો દ્વારા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં મોકલી આપતો હતો અને અમદાવાદમાં જુદા જુદા બુટલેગરોને પહોંચાડતો.

​આ આરોપી અમદાવાદના કાગડાપીઠ, માધુપુરા, અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. રુષભ કુમ્ભા ગાલા મૂળ કચ્છના ભચાઉ તાલુકાના આધોઈ ગામનો રહેવાસી છે.

Related Posts