ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા દશેરાથી દિવાળીના શુભ પર્વ નિમિત્તે કુડાસણ ખાતે ભવ્ય ‘શોપિંગ અને ફૂડ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો.
મેયર શ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે આ વિશેષ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ ગાંધીનગરના નાગરિકોને એક જ સ્થળે ખરીદી અને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ માણવાની ઉત્તમ તક પૂરી પાડશે. તહેવારોની મોસમમાં આ ઉત્સવ લોકોના ઉમંગ અને ઉત્સાહમાં વધારો કરશે.
આ શુભારંભ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ, કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ઉત્સાહી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દશેરાથી શરૂ થયેલો આ ભવ્ય શોપિંગ અને ફૂડ ફેસ્ટિવલ દિવાળી સુધી ચાલશે, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલ્સ, કલાત્મક વસ્તુઓ અને અનેક પ્રકારના ફૂડ કોર્નર્સ જોવા મળશે. GMC દ્વારા આયોજિત આ ઉત્સવ ગાંધીનગરની સાંસ્કૃતિક અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવશે.