અમદાવાદ પોલીસ ઝોન-૬ દ્વારા આંગડિયા અને જ્વેલર્સના વેપારીઓ માટે સુરક્ષા માર્ગદર્શન કેમ્પ

by Bansari Bhavsar

અમદાવાદ: આગામી દિવાળીના તહેવારો દરમિયાન ચોરી અને લૂંટ જેવા બનાવો ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસના ઝોન-૬ દ્વારા વેપારીઓને સુરક્ષા અંગે માહિતગાર કરવા માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કેમ્પ તા. ૦૪/૧૦/૨૦૨૫ના રોજ વટવા જી.આઇ.ડી.સી. ખાતેના વી.આઇ.એ. હોલ ખાતે યોજાયો હતો.

​મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિ

​પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક સાહેબ અને સેકટર-૨ના શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના મુજબ આ જન જાગૃતિ કેમ્પ યોજાયો હતો.

​ઝોન-૬ના નાયબ પોલીસ કમિશ્નરશ્રી ભગીરથ ગઢવી સાહેબની આગેવાની હેઠળ આ કેમ્પનું આયોજન થયું.

​એ.સી.પી.શ્રી યુવરાજસિંહ ગોહિલ સહિત ઝોન-૬ના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ પણ હાજર રહ્યા હતા.

​કેમ્પમાં કોણ જોડાયું?

​સમગ્ર ઝોન-૬ વિસ્તારના આંગડિયા પેઢીના વેપારીઓ, જ્વેલરી એસોસિયેશન અને સોના/ચાંદીના વેપારી અગ્રણીઓ આ માર્ગદર્શન કેમ્પમાં જોડાયા હતા. કુલ ૧૦૦ જેટલા વેપારી મિત્રો હાજર રહ્યા હતા.

​મુખ્ય માર્ગદર્શનના મુદ્દા

​ઝોન-૬ના ડી.સી.પી. સાહેબે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે શું કરવું જોઈએ તે અંગે માહિતી આપી.

​સી.સી.ટી.વી. લગાવો: પોલીસ કમિશ્નરશ્રીના પ્રોજેક્ટ વિશે માહિતી આપીને વધારેમાં વધારે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની અપીલ કરવામાં આવી.

​સુરક્ષા સાધનોનું નિદર્શન: વેપારીઓને તેમની દુકાન/પેઢીમાં ઉપયોગી થાય તેવા સુરક્ષા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ડેમોસ્ટેશન (નિદર્શન) કરવામાં આવ્યો હતો.

​જેમાં શટર જી.એસ.એમ. સાયરન, પેનીક સાયરન, સ્પાય કેમેરા હોલ્ડર, જી.પી.એસ. બેગ વીથ સાયરન અને વાય-ફાય ક્લાઉડ કેમેરાનો સમાવેશ થાય છે.

​પોલીસ સંપર્ક: ઝોન-૬ના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને સર્વેલન્સ સ્કોડ/પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓના મોબાઇલ નંબર વેપારીઓને આપવામાં આવ્યા.

​પ્રશ્નોનું નિરાકરણ: વેપારીઓના પ્રશ્નો સાંભળીને યોગ્ય નિકાલ કરવાની બાંહેધરી પણ આપવામાં આવેલ હતી.

Related Posts