ચંદીગઢ: હરિયાણા પોલીસના વરિષ્ઠ અધિકારી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) વાય એસ પૂરન (Y S Puram) ના આત્મહત્યાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 2001 બેચના IPS અધિકારી વાય પૂરન કુમારે ચંદીગઢમાં પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યાના કારણો વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
મહત્વનું છે કે વાય એસ પૂરનનાં પત્ની પણ IAS અધિકારી છે. આ ઘટનાની જાણ થતાં જ ચંદીગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વરિષ્ઠ પોલીસ અધિકારીના આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.