ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાછળની સોસાયટીમાંથી PCBનો દરોડો, ₹ 8 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; એક આરોપી પકડાયો

by Bansari Bhavsar

અમદાવાદ, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫

​અમદાવાદમાં પ્રોહિબિશન વિરોધી કાર્યવાહીના ભાગરૂપે, પોલીસ કંટ્રોલ બોર્ડ (PCB) દ્વારા ચાંદખેડા વિસ્તારમાં એક મોટી સફળતા મળી છે. ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાછળ આવેલી શુભ લક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટી વિભાગ-૦૧ના બે મકાનો (નં. A/69 અને A/80) માંથી પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

​જપ્ત કરાયેલ મુદ્દામાલ

​પોલીસે બાથરૂમમાંથી તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૫૬૪ બોટલો કબજે કરી હતી, જેની કિંમત ₹ ૭,૩૮,૦૦૦/- આંકવામાં આવી છે. દારૂના વેચાણના રોકડા રૂપિયા ₹ ૨,૬૦૦/-, એક એક્ટિવા (કિંમત ₹ ૫૦,૦૦૦/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹ ૧૦,૦૦૦/-) પણ જપ્ત કરવામાં આવ્યો છે. મળીને કુલ ₹ ૮,૦૦,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે.

​આરોપીઓની ધરપકડ

​આ કેસમાં પોલીસે પૃથ્વી કિશોરભાઈ પઢીયાર (ઉં.વ. ૨૬), રહે. A/12, શુભ લક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટી,ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી, ટ્વિંકલ સરદાર (રહે. જનતાનગર, ચાંદખેડા),ને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related Posts