વટવા પોલીસે ₹ ૧,૫૦,૦૦૦/- ની રોકડ ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો

ઘોડાસર વિસ્તારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર શંકરભાઈ ગોવિંદભાઈ પટેલના બંધ મકાનના દરવાજાનું લોક તોડી ચોરી કરવામાં આવી હતી

by Bansari Bhavsar

​વટવા (અમદાવાદ શહેર): દીવાળીના તહેવારો દરમિયાન વતનમાં ગયેલા એક લેબર કોન્ટ્રાક્ટરના ઘરે થયેલી ₹ ૧,૫૦,૦૦૦/- રોકડની ઘરફોડ ચોરીનો ભેદ વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.

​ચોરીની ઘટના

​ઘોડાસર, અમદાવાદ શહેરમાં રહેતા શંકરભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉં.વ.-૬૦) તારીખ ૨૦/૧૦/૨૦૨૫ ના રોજ મથુરા, ઉત્તરપ્રદેશ ખાતે વતનમાં ગયા હતા. તહેવાર પૂરો કરીને તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમના ઘરના દરવાજાનું લોક તોડીને ઘરમાં રાખેલા ₹ ૧,૫૦,૦૦૦/- રોકડાની ચોરી થઈ છે. તેમણે તારીખ ૨૯/૧૦/૨૦૨૫ ના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી.

​પોલીસની સફળ કામગીરી

​ગુનો દાખલ થતાં જ, અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એ. કરમુર અને સેકન્ડ પો.ઈન્સ. શ્રી એચ.ડી. સોઢા સાહેબની સૂચનાથી પો.સબ.ઈન્સ. એ.બી. ગંધા અને સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસ શરૂ કરી.

​સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે, પોલીસ ટીમે ઘટના સ્થળની નજીક ઝૂંપડામાં રહેતા એક ઈસમ વિક્રમભાઈ સવારામજી જોગી (ઉં.વ.-૩૩) ને ઝડપી પાડ્યો.

​વિક્રમભાઈની પૂછપરછમાં તેણે તેના સાથી રવિ સ/ઓફ દિનેશ પરમાર સાથે મળીને આ ગુનો કર્યાની કબૂલાત કરી.

​મુદ્દામાલ અને ધરપકડ

​આરોપીએ ચોરી કરેલા રોકડા ₹ ૧,૫૦,૦૦૦/- તેના ઘરના છાપરાના ઝાંડી-ઝાંખરામાં સંતાડી દીધા હતા. પોલીસે આ સંપૂર્ણ રકમ (મુદ્દામાલ) સફળતાપૂર્વક રિકવર કરી લીધી છે અને આરોપીની ધરપકડ કરી છે, જેનાથી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલાયો છે.

​આ કામગીરીમાં પો.સબ.ઈન્સ શ્રી એ.બી. ગંધા, એ.એસ.આઈ. ઇલ્યાસ અહેમદ ઇબ્રાહીમખાન, અને સર્વેલન્સ સ્કોડના અન્ય કર્મચારીઓ જોડાયેલા હતા.

Related Posts