શહેર: અમદાવાદ | તારીખ: ૧ નવેમ્બર, ૨૦૨૫ |
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. નિકોલ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ એવા ‘અરવિંદ બીકા ગેંગ’ના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
શું હતી ઘટના?
આ ચોરીની ઘટના તા. ૨૯/૦૪/૨૦૨૫ થી તા. ૦૧/૦૫/૨૦૨૫ દરમિયાન બની હતી.
નિકોલ સંગાથ ચાર રસ્તા પાસે આવેલા શીવપુજન ટેનામેન્ટના એક બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું.
ચોરોએ ઘરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ૨૦૦૦ યુ.એસ. ડોલર સહિત કુલ ₹૧૨,૫૬,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.
આ ગુનાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), અને ૩૦૫ હેઠળ નોંધાઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચે શું કાર્યવાહી કરી?
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ વોન્ટેડ આરોપીઓને રીવરફ્રન્ટ ઇસ્ટ, અટલ બ્રીજ પાસેથી પકડી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલી સોનાની રણી નંગ-૩ મળી આવી હતી, જેની કિંમત આશરે ₹૧૦,૯૬,૭૦૦/- છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના સભ્યો અગાઉ પણ કૃષ્ણનગર, દાણીલીમડા, મણીનગર, રામોલ, અને વાસણા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.