રાજકોટના ‘ફોનવાલે’ સ્ટોરમાં મોટી ઉચાપત: મેનેજરે ₹૧૩.૭૭ લાખની રકમ ચાંઉ કરી

આરોપીએ ખોટી સપોર્ટીંગ રિસિપ્ટ્સ બનાવી, ₹૧૩,૭૭,૫૩૧/- ની રોકડ રકમ ચાંઉ કરી

by Bansari Bhavsar

અમદાવાદની એક જાણીતી મોબાઈલ વેચાણ કરતી કંપનીમાં તેના જ કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવને લઈને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

​શું છે સમગ્ર મામલો?

​અમદાવાદ એસ.જી. હાઈ-વે પર આવેલી ‘ફોનવાલે’ નામની કંપનીની મુખ્ય ઓફિસના બ્રાન્ચ મેનેજર આનંદભાઈ રાવલએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

​કંપનીની રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે આવેલી શાખા (‘અંબાણી ફોન્સ યુનિટ ઓફ ફોનવાલે’) માં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતા તોફીક સુલેમાનભાઈ જુનાચ (રહે. રાજકોટ) પર ઉચાપત કરવાનો આરોપ છે.

​કેવી રીતે થઈ ગેરરીતિ?

​આરોપી મેનેજર તોફીકે તારીખ ૦૬/૧૦/૨૦૨૫ થી ૨૬/૧૦/૨૦૨૫ દરમિયાન સ્ટોરમાં ગેરરીતિ આચરી હતી.

​જે મોબાઈલ ફોન ક્રેડિટ કાર્ડ પર વેચવામાં આવ્યા હતા, તેના ખોટા ટ્રાન્ઝેક્શન આઈડી અથવા એપ્રુવલ નંબરનો ઉપયોગ કર્યો.

​અથવા જે મોબાઈલ ફોન રોકડેથી વેચાયા હતા, તેના બિલિંગ વખતે ખોટી સપોર્ટીંગ રીસીપ્ટ બનાવી હતી.

​આ રીતે, તેણે મોબાઈલ વેચાણમાંથી આવેલા રોકડ રૂપિયા ₹૧૩,૭૭,૫૩૧/- કંપનીમાં જમા કરાવ્યા ન હતા અને આ રકમની ઉચાપત કરી લીધી હતી.

​આ સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વધુ તપાસ પો.સ.ઈ. શ્રી એસ.જે. દેસાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Related Posts