Liquor Seized : સાણંદ DYSPની મોટી સફળતા: કન્ટેનર ગાડીમાંથી ₹૮૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો; એક આરોપી વોન્ટેડ
- 750 મિલી અને 180 મિલીની કુલ 9,476 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹62,72,930)
- 4,512 બિયરના ટીન (કિંમત ₹8,12,160)
સમાવિષ્ટ છે.દારૂ ઉપરાંત ગુનામાં વપરાયેલું વાહન પણ જપ્ત કરાયું છે, જેના કારણે કુલ મુદ્દામાલની કિંમત ₹80.85 લાખ થાય છે.આ મોટી કાર્યવાહીથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીને મોટો ફટકો પડ્યો છે. તપાસ ચાલુ છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસને (Gujarat Police) પ્રોહિબિશન પ્રવૃત્તિઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DYSP)ની ટીમે અસલાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને ₹૮૦,૮૫,૦૯૦/- (અંદાજે ૮૦ લાખ રૂપિયા)નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
DYSP નીલમ ગોસ્વામીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, જેતલપુર ગામની ઉમિયા વે-બ્રીજની બાજુમાં આવેલ અમરનાથ એસ્ટેટ ખાતે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન, SML ગાડી નંબર GJ-27-V-8489 ની બંધ બોડીની કન્ટેનર ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત થયેલો મુદ્દામાલ
કુલ પેટીઓ: ૫૬૧ નંગ.
કુલ બોટલો/ટીન: ૧૩,૯૮૮ નંગ (બોટલો ૯૪૭૬ અને બિયર ટીન ૪૫૧૨).
દારૂની કુલ કિંમત: ₹૭૦,૮૫,૦૯૦/-.
ઝડપાયેલો કુલ મુદ્દામાલ: વાહન સહિત ₹૮૦,૮૫,૦૯૦/-.
આ ગુન્હામાં જેતલપુરનો રહેવાસી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજીયો પોપટસિંહ રાઠોડ વોન્ટેડ આરોપી છે. પોલીસે આ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ૧૭/૧૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી.