અમદાવાદ: અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે વેજલપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
📍 ક્યાંથી પકડાયો દારૂ?
આ દારૂ વેજલપુરના વિશાલા બરફની ફેક્ટરી પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી ચોક્કસ બાતમીના આધારે પકડાયો હતો. દારૂનો જથ્થો ખુલ્લા મેદાનમાંથી તેમજ GJ-01-TJ-5147 નંબરની બંધ બોડીની લોડીંગ રીક્ષામાંથી મળી આવ્યો હતો.
💰 કેટલો મુદામાલ કબજે કરાયો?
પોલીસે કુલ ₹૪,૨૨,૪૬૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દારૂની બોટલો: કુલ ૧૬૪૪ નાની-મોટી બોટલો.
૭૫૦ મિ.લી. ની બોટલ નંગ-૨૦૪ (કિં.₹૮૧,૬૦૦/-).
૧૮૦ મિ.લી.ના ક્વાર્ટર નંગ-૧૪૪૦ (કિં.₹૧,૩૫,૩૬૦/-).
લોડીંગ રીક્ષા: નંગ-૧ (નં. GJ-01-TJ-5147) (કિં.₹૨,૦૦,૦૦૦/-).
મોબાઇલ ફોન: નંગ-૦૩ (કિં.₹૫,૫૦૦/-).
🧑⚖️ પકડાયેલા આરોપીઓ
ક્રાઇમ બ્રાન્ચે આ દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે:
અકિલ સ/ઓફ ઇસ્માઈલ શેખ (ઉંમર ૪૮), રહે. નૂરે ઈલાહી ફ્લેટ, બરફની ફેક્ટરી પાસે, વિશાલા જુહાપુરા, અમદાવાદ.
આફ્તાબ ઉર્ફે આદિલ સ/ઓફ હુસનુદ્દીન શેખ (ઉંમર ૨૪), રહે. જાવેદ રો-હાઉસ, નૂરે ઇલાહી સોસાયટીની અંદર, બરફની ફેક્ટરી પાસે, વિશાલા જુહાપુરા, અમદાવાદ.
પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.