અમદાવાદનો સુભાષબ્રિજ ૫ દિવસ માટે બંધ: તિરાડને કારણે AMCનો મોટો નિર્ણય, જાણો વૈકલ્પિક રસ્તાઓ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટા સમાચાર છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ સુભાષબ્રિજને ૫ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

​સાબરમતી નદી પર આવેલો આ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મુખ્ય રસ્તો છે.

​બ્રિજ બંધ થવાનું કારણ શું છે?

​સુભાષબ્રિજના વચ્ચેના ભાગમાં (એક્સપાન્શન જોઈન્ટ નજીક) ગંભીર તિરાડ જોવા મળી છે.

​લોકોની સુરક્ષા માટે AMC દ્વારા આ બ્રિજને તાત્કાલિક અસરથી ૪ ડિસેમ્બર, ૨૦૨૫થી વાહન વ્યવહાર અને રાહદારીઓની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

​બ્રિજ પર ડિટેઇલ ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.

​AMCના અંદાજ મુજબ, આ કામગીરી પૂર્ણ થયા પછી ૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સવારથી બ્રિજ ફરી ખોલી શકાશે.

​વાહનો માટે વૈકલ્પિક માર્ગો (Traffic Diversion)

​સુભાષબ્રિજ બંધ હોવાથી ટ્રાફિક પોલીસે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ જાહેર કર્યા છે. વાહનચાલકોને આ માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

​૧. ચાંદખેડા/સાબરમતીથી દિલ્હી દરવાજા/શાહીબાગ તરફ જવું હોય તો:

​ચિમનભાઈ પટેલ બ્રિજ પરથી ઉતરીને

​પ્રબોધરાવળ સર્કલ થઈને

​રાણીપ ડી-માર્ટ અને નવા રોડ ઉપર થઈને

​વાડજ સર્કલ થઈને

​દધિચી બ્રિજ ઉપરથી થઈને દિલ્હી દરવાજા, શાહીબાગ, કે સિવીલ હોસ્પિટલ તરફ જઈ શકાશે.

​૨. ચાંદખેડા/સાબરમતીથી સિવિલ હોસ્પિટલ તરફ જવું હોય તો:

​ભાટ-કોટેશ્વર રોડ થઈને

​ઇન્દિરા બ્રિજ થઈને

​એરપોર્ટ રોડ થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકાશે.

​૩. શાહીબાગથી રાણીપ/ડી-માર્ટ તરફ જવું હોય તો:

​શાહીબાગ અંડરબ્રિજ સર્કલ અથવા શાહીબાગ રેલ્વે બ્રિજ ઉપરથી

​દધિચી બ્રિજ થઈને

​વાડજ સર્કલ થઈને રાણીપ ડી-માર્ટ તરફ જઈ શકાશે.

​વાહનચાલકોને વિનંતી છે કે આ ૫ દિવસ દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને સહકાર આપે.

Related Posts