અમદાવાદ: અમદાવાદ શહેરની વાડજ પોલીસે એક પ્રશંસનીય કામ કર્યું છે. પોલીસે ભૂલથી પડી ગયેલા સોનાના દાગીના શોધી કાઢીને તેના મૂળ માલિકને પાછા આપ્યા છે.
ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “તેરા તુજકો અર્પણ” નામના ખાસ કાર્યક્રમ હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
શું હતી ઘટના?
આ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ડાંગરની સૂચના મુજબ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.આર. આલ અને તેમની ટીમ વાડજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન, અ.પો.કો. વિશ્વરાજસિંહ ઉમેદસિંહ, અ.વુ.પો.કો. રેખાબેન અને અ.લો.ર. દીપકુમાર રમેશભાઈની ટીમે બાતમીના આધારે કામ કર્યું. તેમની મહેનતથી ભૂલથી પડી ગયેલા સોનાના દાગીના શોધી કાઢવામાં આવ્યા અને તા. ૦૫/૧૨/૨૦૨૫ના રોજ આ કાર્યવાહી પૂર્ણ થઈ.
પોલીસની આ ઝડપી અને પ્રામાણિક કામગીરીથી દાગીના તેના સાચા માલિકને પરત મળ્યા, જેના કારણે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.