ગાંધીનગરમાં CCTV વિવાદમાં માથાકૂટ: દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી તો સોસાયટીના સભ્યને માથામાં 6 ટાંકા આવ્યા

ગાંધીનગર: ઝુંડાલની સોસાયટીમાં CCTV ફૂટેજ બાબતે જૂથ અથડામણ, સામસામી ફરિયાદ

by Bansari Bhavsar

દુકાનદાર પ્રવિણભાઈ માણેકચંદ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની દુકાન પાસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેઓ સોસાયટીના સેક્રેટરી પાસે CCTV ફૂટેજ ચેક કરવા ગયા હતા.

​વિવાદનું કારણ: સેક્રેટરીએ “કેમેરા દુકાનદારો માટે નથી” તેમ કહી ફૂટેજ બતાવવાનો ઇનકાર કર્યો હતો.

​હુમલો: આ બાબતની અદાવત રાખી રાત્રિના સમયે કિશન પટેલ અને અન્ય 8 થી 9 લોકોના ટોળાએ દુકાને આવી ગાળો ભાંડી હતી.

​ધમકી: ફરિયાદીનો આક્ષેપ છે કે તેમને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો અને “દુકાન ખાલી કરી દો નહીતર જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપવામાં આવી હતી.

​રહેવાસીઓનો આક્ષેપ: “સમજાવવા ગયા તો કાચની બોટલોથી હુમલો કર્યો”

​બીજી તરફ, સોસાયટીના સભ્ય સચિનભાઈ હિંમતભાઈ પટેલે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ:

​ઘટનાક્રમ: સવારે સેક્રેટરી સાથે થયેલી માથાકૂટ બાદ સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં ચર્ચા થઈ હતી. આથી રાત્રે સોસાયટીના સભ્યો દુકાનદારને શાંતિથી સમજાવવા ગયા હતા.

​હિંસક વળાંક: સમજાવટ દરમિયાન દુકાનદાર પ્રવિણ, તેના ભાઈઓ અને માતા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી.

​ઈજાઓ: આક્ષેપ છે કે પ્રવિણે કાચની બોટલ ફેંકતા સચિનભાઈને કપાળે ઈજા થઈ હતી. જ્યારે પ્રવિણની માતાએ બોટલ મારતા અન્ય એક સભ્યને માથામાં ગંભીર ઈજા થતા 6 ટાંકા આવ્યા હતા.

​પોલીસ કાર્યવાહી

​ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

Related Posts