અમદાવાદ: શહેરમાં અસામાજીક પ્રવૃત્તિઓ રોકવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી મેઘાણીનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મેઘાણીનગર વિસ્તારમાં મિલ્કત સંબંધી (ચોરી/લૂંટ) અને પ્રોહીબીશન (દારૂ)ના ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓને પાસા હેઠળ પકડીને “ખાસ જેલ પલારા ભુજ” ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
આરોપી નં. (૧): ભગીરથ ઉર્ફે બંટી ભિખાભાઈ સ્વામીજી પ્રજાપતિ (ઉંમર ૩૪ વર્ષ). તે અંબીકાનગર પાસે આવેલી ગાયત્રીનગર સોસાયટીનો રહેવાસી છે.
આરોપી નં. (૨): રાહુલ ઉર્ફે દાતલો દેવેન્દ્રસીંગ તોમર (ઉંમર ૨૧ વર્ષ). તે મેઘાણીનગરના રામેશ્વર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે.
શા માટે કાર્યવાહી કરવામાં આવી?
આ બંને આરોપીઓ વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે:
ભારતીય ન્યાય સહિંતાની વિવિધ કલમો હેઠળ ચોરી, મારામારી અને ધાકધમકીના કેસ નોંધાયેલા છે.
ઓગસ્ટ ૨૦૨૫ અને નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આ આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ ત્રણ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.
મેઘાણીનગર પોલીસના સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. દેસાઈ અને તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. પોલીસના આ કડક પગલાથી વિસ્તારના અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.