સુરેન્દ્રનગર કલેક્ટર લાંચ કેસ: એ.સી.બી. દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના

by Bansari Bhavsar

​સુરેન્દ્રનગર: ૦૫ જાન્યુઆરી, ૨૦૨૬

​સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજેલા ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસમાં એ.સી.બી. (Anti-Corruption Bureau) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસની તટસ્થ અને ઝડપી તપાસ માટે એ.સી.બી.ના નિયામક પીયૂષ પટેલ દ્વારા એક ખાસ S.I.T. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે.

​કોની સામે તપાસ થશે?

​આ કેસમાં મુખ્યત્વે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર સહિત ચાર અધિકારીઓ સામે ગુનો નોંધાયેલો છે:

​રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ (કલેક્ટર, સુરેન્દ્રનગર – વર્ગ-૧)

​ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર – વર્ગ-૩)

​મયુર ગોહીલ (ક્લાર્ક, જિલ્લા કચેરી – વર્ગ-૩)

​જયરાજસિંહ ઝાલા (પી.એ. ટુ કલેક્ટર – વર્ગ-૩)

​કેમ બનાવવામાં આવી S.I.T.?

​એ.સી.બી.ના જણાવ્યા અનુસાર, આ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપીઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકત (આવક કરતા વધુ મિલકત) વસાવી હોવાની આશંકા છે. આ ગંભીર બાબતની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તે હેતુથી અધિક નિયામક બિપિન અહિરે ના માર્ગદર્શન હેઠળ આ ટીમ કામ કરશે.

​તપાસ ટીમમાં કોણ સામેલ છે?

​આ S.I.T. માં જુદા-જુદા જિલ્લાના અનુભવી અધિકારીઓને સભ્યો તરીકે લેવામાં આવ્યા છે:

​શ્રીમતિ બી.જે.પંડ્યા: નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ.

​શ્રી કે.એચ.ગોહિલ: મદદનીશ નિયામક, રાજકોટ એ.સી.બી..

​શ્રી આર.બી.દેસાઇ: મદદનીશ નિયામક, એ.સી.બી. હેડક્વાર્ટર.

​પોલીસ ઇન્સ્પેક્ટરો: અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી એ.સી.બી.ના પી.આઈ. (P.I.) નો પણ આ ટીમમાં સમાવેશ થાય છે.

​આ ટીમ હવે આ તમામ અધિકારીઓની મિલકતો અને તેમના ભ્રષ્ટાચારના પુરાવાઓની ઉંડાણપૂર્વક તપાસ કરશે

Related Posts