અમદાવાદ: એરપોર્ટ પોલીસની લાલ આંખ; ભાડજ વિસ્તારમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગારના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિક અને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

​ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

​ઝોન-4 DCP અતુલકુમાર બંસલ દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગે ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ અંતર્ગત એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એન.ડી. નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના PSI પી.જી. ચાવડા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

​પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ રણછોડભાઈ અને દેવશીભાઈને બાતમી મળી હતી કે, ભાડજ વિસ્તારમાં આવેલા રામાવાળા હાઉસિંગ, વણઝારાવાસ પાસે અજય દેવીપૂજકના ઘરની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.

​ઝડપાયેલ મુદ્દામાલ અને આરોપીઓ

​પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી મુકેશભાઈ ચતુરભાઈ વાઘરી (ઉં.વ. 46) સહિત કુલ 5 શખ્સોને ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો છે:

​અંગ ઝડતીમાંથી મળેલ રોકડ: ₹10,000

​દાવ પર લાગેલી રોકડ: ₹1,800

​કુલ મુદ્દામાલ: ₹11,800

​અન્ય સાધનો: ગંજીપાના (52 નંગ)

​કાયદેસરની કાર્યવાહી

​આ મામલે એરપોર્ટ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં PSI પી.જી. ચાવડા, સંજયભાઈ, યોગેશકુમાર સહિત 15 જેટલા પોલીસ કર્મીઓની ટીમ જોડાઈ હતી.

Related Posts