ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: ૩૭ IPS અધિકારીઓની બદલી અને બઢતી

નિર્લિપ્ત રાયની રાજકોટ બદલી, શમશેર સિંઘને નવી જવાબદારી

by Bansari Bhavsar

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે એક મહત્વના આદેશમાં ૩૭ IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. આ યાદીમાં સિનિયર અધિકારીઓથી લઈને રેન્જ અને શહેરના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

 

01-પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી

02-શમશેર સિંઘની DGP સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક

03- રાજકોટ IG અશોક કુમારને IBમાં મુકાયા

04-IPS ગૌતમ પરમાર IG CID ક્રાઇમ બન્યા

05-રાઘવેન્દ્ર વત્સ IG અમદાવાદ રેન્જ

06-નિલેશ જજડિયા વડોદરા શહેર JCP બન્યા

07-બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા

08-પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી

09-નરેન્દ્ર ચૌધરીની સ્ટેટ IBમાં બદલી

10-એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી

11-આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યા

12-કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી

13-મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP

14-વિધિ ચૌધરી DIGP ગોધરા રેન્જ

15-વિશાલ વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલ

16-લીના પાટીલ પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળા

17-નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG

18-દીપક મેઘાણી ACBમા જોઇન્ટ ડાયરેક્ટર બન્યા

19-મહેન્દ્ર બગરિયા JCP સુરતમા બદલી

20-હિતેશ જોઈશર IB મા મુકાયા

21-તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન

22-ચૈતન્ય માંડલિક રાજકોટ શહેર એડિ. કમિ, ક્રાઈમ ટ્રાફિક

23-સરોજ કુમારી DIG જેલ વડોદરા

24-રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ

25-આર પી બારોટ DIGP જેલ અમદાવાદ

26-જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ

27-આર ટી શુશ્રા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ

28-સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા

29-સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર

30-સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર

31-બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત

32-કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત

33-એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત

34-એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી

35-મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ

36-વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા

* સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC): નિર્લિપ્ત રાયની રાજકોટ બદલી થતા હવે નિશાંત કુમાર ટિબ્રેવાલ એસપી તરીકે જવાબદારી સંભાળશે, જ્યારે આઈજીપી ગગનદીપ ગંભીર પાસે તેનો વધારાનો હવાલો રહેશે.

* રેન્જ આઈજી: અમદાવાદ, સુરત, ભાવનગર અને રાજકોટ જેવી મહત્વની રેન્જમાં નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

* બઢતી: યાદીમાં રહેલા ઘણા ડીઆઈજી (DIG) કક્ષાના અધિકારીઓને આઈજી (IG) તરીકે પ્રમોશન આપીને મહત્વના સ્થાને મુકવામાં આવ્યા છે.

ગૃહ વિભાગના આ આદેશ સાથે રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે નવી વ્યુહરચના જોવા મળી શકે છે.

Related Posts