થલતેજમાં બોડકદેવ પોલીસનો સપાટો: ‘જેકો’ બારોટ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત બોડકદેવ પોલીસે મોટી સફળતા મેળવી છે. થલતેજ ગામના નાનો બારોટ વાસમાં દરોડો પાડી પોલીસે રીઢા ગુનેગાર જગદીશ ઉર્ફે જેકો લાભશંકર બારોટને રૂ. ૧.૬૧ લાખ થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

​ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

​અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સેક્ટર-૧ સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા તા. ૧૧/૦૩/૨૦૨૬ થી ૧૪/૦૩/૨૦૨૬ સુધી પ્રોહિબિશન અને જુગારની ડ્રાઈવ જાહેર કરવામાં આવી છે. આ સૂચના હેઠળ બોડકદેવ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલ ના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

​તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ તથા જીભાઈને સચોટ બાતમી મળી હતી કે, અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ જગદીશ ઉર્ફે જેકો બારોટ તેના ઘરની પાછળ જાહેર જગ્યામાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.

​ઝડપાયેલ મુદ્દામાલની વિગત

​પોલીસે સ્થળ પર દરોડો પાડી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

​વિદેશી દારૂની નાની બોટલ (નંગ ૨૭૦): કિંમત રૂ. ૯૮,૬૫૦/-

​વિદેશી દારૂની મોટી બોટલ (નંગ ૩૬): કિંમત રૂ. ૪૪,૪૦૦/-

​રોકડ રકમ: રૂ. ૧૪,૦૦૦/-

​મોબાઈલ ફોન: ૧ નંગ (રૂ. ૪,૫૦૦/-)

​કુલ મુદ્દામાલ: રૂ. ૧,૬૧,૫૫૦/-

​આરોપીનો ગુનાહિત ઇતિહાસ

​ઝડપાયેલ આરોપી જગદીશ ઉર્ફે જેકો (ઉં.વ. ૪૦) અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે અત્યાર સુધીમાં:

​શામળાજી (અરવલ્લી) માં પ્રોહિબિશનનો ગુનો.

​બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ દારૂના કેસ.

​સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મારામારી (૩૨૬, ૩૯૪) અને સરકારી કામમાં રુકાવટના કેસો.

​એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે.

​વધુ તપાસ ચાલુ

​આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર નારણપુરાનો અચલ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) અને ૮૧ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​સારી કામગીરી કરનાર ટીમ:

પી.એસ.આઈ. વાય.વાય. ચૌહાણ, એ.એસ.આઈ. નથ્થુભાઈ, હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ વિરમભાઈ, જીભાઈ અને હિતેશભાઈ.

Related Posts