PCBએ અશોક લેલન કન્ટેનરમાંથી 892 પેટી દારૂ સાથે ડ્રાઈવરની કરી ધરપકડ

નરોડા પાસે PCBની રેડ

by Bansari Bhavsar

અમદાવાદ: સાયકલની આડમાં કરોડોનો દારૂ ઘુસાડવાનું PCBએ ફૂંક્યું ફીંડલું; ₹1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત

​અમદાવાદ:

શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) એ નરોડા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાના હિસ્સારથી અમદાવાદના અસ્લાલી તરફ લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના કન્ટેનરને પોલીસે ફિલ્મી ઢબે પકડી પાડ્યું છે.

​સમગ્ર ઘટના:

મળેલી બાતમીના આધારે PCBની ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચીલોડાથી આગળ સુતરના કારખાના વાળા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન પાસિંગનું એક અશોક લેલન કંપનીનું કન્ટેનર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુનેગારોએ પોલીસને છેતરવા માટે સાયકલની ખોટી બિલ્ટી બનાવી હતી, જેની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

​જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:

પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:

​વિદેશી દારૂ: કુલ 892 પેટી (23,232 બોટલ), જેની કિંમત આશરે ₹1,08,11,184/-

​કન્ટેનર: અશોક લેલન કંપનીનું વાહન, કિંમત ₹20,00,000/-

​અન્ય: મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹1,28,22,634/- નો મુદ્દામાલ.

​PCB એ કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts