અમદાવાદ LCB ઝોન-5 એ 4.85 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગાર વિકાસ ત્રિવેદીની કરી ધરપકડ.

સ્ટેશનના પાર્કિંગ ટાર્ગેટ કરતા રીઢા વાહનચોરને 14 એક્ટિવા સાથે દબોચ્યો.

by Bansari Bhavsar

​અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ એલ.સી.બી. ઝોન-5ની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીના કુલ 14 એક્ટિવા કબજે કર્યા છે.

​બાતમીના આધારે થઈ ધરપકડ

​એલ.સી.બી. ઝોન-5ના પી.એસ.આઈ. કે.કે. જાડેજા અને તેમની ટીમના શૈલેષભાઇ, ગીરીરાજસિંહ તથા ઘનશ્યામભાઇને મળેલી સંયુક્ત બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાંથી વિકાસકુમાર જગદીશચંદ્ર ત્રિવેદી (ઉ.વ. 45) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી ઇસનપુર વિસ્તારનો રહેવાસી છે અને અગાઉ પણ લૂંટ તેમજ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.

​મોડસ ઓપરેન્ડી: મેટ્રો સ્ટેશન હતા ટાર્ગેટ

​પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં મુકાયેલા વાહનોને ટાર્ગેટ કરતો હતો. વાહન ચોરી કર્યા બાદ તે પકડાઈ ન જાય તે માટે અલગ-અલગ બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાં વાહનોને છૂટાછવાયા મૂકી દેતો હતો.

​રૂ. 4.85 લાખનો મુદ્દામાલ જપ્ત

​પોલીસે આરોપી પાસેથી જે 14 વાહનો રિકવર કર્યા છે તેની અંદાજિત કિંમત રૂ. 4,85,000/- છે. આ કામગીરીથી શહેરના નીચે મુજબના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલા ગુનાઓ ઉકેલાયા છે:

​અમરાઈવાડી, ખોખરા, ઓઢવ

​રામોલ, મણીનગર, વાડજ

​વાસણા, સેટેલાઈટ અને ગુજરાત યુનિવર્સિટી

Related Posts