ભરબપોરે ફિલ્મી ઢબે અપહરણ અને મારામારી: લોહીલુહાણ હાલતમાં યુવક ફેંકાયો

યુવકનું અપહરણ કરી બેરહેમ માર મારનાર શખ્સો ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે, ત્યારે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડને મોટી સફળતા મળી છે. અપહરણ અને મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે.

​શું હતી સમગ્ર ઘટના?

​મળતી માહિતી મુજબ, આરોપીઓએ એક ગેેરકાયદેસર મંડળી રચીને ફરિયાદીનું કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ફરિયાદી સાથે ગાળાગાળી કરી, માર મારી અને તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​પોલીસની કાર્યવાહી

​પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની સર્વેલન્સ ટીમે આ કેસની તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મેળવી હતી કે આ આરોપીઓ વાડજ વિસ્તારમાં જ છે. પોલીસે તુરંત જ છાપો મારીને તમામ પાંચેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.

​પકડાયેલા આરોપીઓની યાદી:

​પોલીસે નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે:

​વિશાલ મહેશભાઈ વાણીયા (રહે. ચાંદલોડિયા)

​નયન હીરાભાઈ સાગઠીયા (રહે. ચાંદલોડિયા)

​પિન્ટુ રમેશભાઈ મકવાણા (રહે. ચાંદલોડિયા)

​હર્ષ લાભુભાઈ મોભ (રહે. રાણીપ)

​મિહીર લાભુભાઈ મોભ (રહે. રાણીપ)

​તપાસ કરનાર ટીમ

​આ કામગીરીમાં વાડજ પોલીસના પીએસઆઈ એચ.સી. સંગાડા, એએસઆઈ ઈન્તેખાબઆલમ અને સર્વેલન્સ સ્ક્વોડના અન્ય કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.

Related Posts