અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની આગામી સામાન્ય ચૂંટણી-૨૦૨૬ના પગલે શહેરભરમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચનાના અમલીકરણમાં ખાડિયા પોલીસને મોટી સફળતા મળી છે. ખાડિયા સર્વેલન્સ સ્કોડે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાયપુર વિસ્તારમાં આવેલી કોઠની પોળમાં રેડ પાડી હાર-જીતનો જુગાર રમતા ૮ ઇસમોને કુલ ₹૧.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી
પોલીસ કમિશનર જી.એસ. મલીક અને સેક્ટર-૧ જેસીપી નીરજ બડગુજરની સૂચના મુજબ, પી.આઈ. વી.એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. જી.કે. આહીર અને તેમની ટીમ રવિવારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અને જયપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, “ભૂતની આંબલી અંદર આવેલી કોઠની પોળના ચોકઠામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક લોકો કુંડાળું વળી મંગપત્તાનો જુગાર રમી રહ્યા છે.”
રેડ દરમિયાન પકડાયેલા આરોપીઓ
બાતમીવાળી જગ્યાએ પોલીસે અચાનક દરોડો પાડતા જુગાર રમતા નીચે મુજબના ૮ વ્યક્તિઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા:
૧. અશ્વીન હરીભાઇ પટેલ (ઉ.વ. ૫૫, રહે. મઠની પોળ)
૨. યોગેશ દિનેશભાઇ ભાવસાર (ઉ.વ. ૫૦, રહે. વિચલી શેરી)
૩. કૌશલ અનિલકુમાર ભાવસાર (ઉ.વ. ૩૯, રહે. કોઠની પોળ)
૪. આશિષ અજીતભાઇ પટેલ (ઉ.વ. ૫૩, રહે. કોઠની પોળ)
૫. ધવલ ઉમેશભાઇ શાહ (ઉ.વ. ૪૧, રહે. વાસણા)
૬. મંદાર રમેશચંદ્ર પુરોહિત (ઉ.વ. ૪૦, રહે. કોઠની પોળ)
૭. ધર્મેશ ઠાકોરભાઇ ભાવસાર (ઉ.વ. ૪૨, રહે. વિચલી શેરી)
૮. જીગર પ્રવીણભાઇ ભાવસાર (ઉ.વ. ૪૭, રહે. કોઠની પોળ)
જપ્ત કરાયેલ મુદ્દામાલ
પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
રોકડ રકમ: ₹૩૬,૬૪૦/- (અંગ ઝડતી અને દાવ પરની રકમ)
મોબાઈલ: ૦૯ નંગ (કિંમત અંદાજે ₹૩૧,૫૦૦/-)
વાહન: ૦૩ ટુ-વ્હીલર (કિંમત અંદાજે ₹૯૦,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: ₹૧,૫૮,૧૪૦/-
ખાડિયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પૂર્વે પોલીસની આ ગણનાપાત્ર કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.