Ahmedabad| અમદાવાદના મકરબા વિસ્તારમાં ઇનસેપ્ટન બિલ્ડિંગમાં ગતરાત્રે રિનોવેશનની કામગિરી ચાલી રહી હતી. તે સમયે બિલ્ડિંગના ત્રીજા માળેથી દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઇને એક મજૂરનું મોત નીપજ્યું છે. રીનોવેશનના કામ સમયે પાર્ટીશન હટાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.
ચોમાસામાં વરસાદ વરસ્યા બાદ અનેક સ્થળોએ મકાન કે મકાનોની દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદથી વધુ એક આવી ઘટના સામે આવી છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં ઇનસેપ્ટન બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યુ હતુ. ત્યારે બિલ્ડિંગમાં ત્રીજા માળે દિવાલ પડી જતા કાટમાળ નીચે દબાઇને એક મજૂરનું મોત થયુ છે. રીનોવેશનના કામ સમયે પાર્ટીશન હટાવતી વખતે દીવાલ પડી હતી. કાટમાળ નીચે દટાઈ જતા શ્યામલાલ ડોડીયા નામના મજૂરનું મોત થયુ છે. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધરી કાટમાળ નીચેથી મૃતદેહ બહાર કાઢયો છે. મૃતક મજૂર રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યુ છે.