હવેથી ચૂંટણીમાં નવો ચીલો ચીતરાશે! ગુજરાતમાં APMC ની ચૂંટણી પણ EVMથી થશે

by ND
EVM machine will be use in APMC election, News Inside

Gandhinagar| ગુજરાત સરકાર દ્વારા એક ખુબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ચૂંટણી લક્ષી મોટા ફેરફારો થશે. વર્ષોથી ચાલી આવતી જુની પુરાણી પ્રથા બદલાઈ જશે. ગુજરાતમાં APMCની ચૂંટણીને લઈને સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે APMCની ચૂંટણી પણ EVM મશીન દ્વારા કરાશે. રાજ્યમા એપીએમસીની ચુંટણીઓ ઈવીએમ થી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. સહકાર વિભાગ દ્વારા નવા ઈવીએમ ખરીદવા માટે મંજુરી આપી દેવામાં આવી છે. એપીએમસીની ચૂંટણીઓ માટે ગુજરાત સરકાર દ્વારા 40 નવા ઈવીએમ મશીનની ખરીદી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીઓ બેલેટ પેપરથી થતી હતી. જોકે, હવે આ પ્રથામાં માળખાગત રીતે મોટો ફેરફાર કરાયો છે. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમા 240 જેટલી એપીએમસી આવેલ છે. ત્યારે આ તમામે તમામ એપીએમસીમાં હવેથી બેલેટ પેપરને બદલે ઈવીએમ મશીનથી ચૂંટણી યોજવામાં આવશે.

શા માટે લેવાયો આવો નિર્ણય?
છપાયેલા બલેટ પેપરમાં ગોપનીયતા ન રહેતા સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સહકાર વિભાગ દ્વારા પણ આ પરિવર્તન અંગે મંજૂરી મળી ગઈ છે. રૂપિયા 12 લાખના ખર્ચે નવા 40 EVMની ખરીદીને બહાલી આપી દેવામાં આવી છે.

તેથી હવે ગુજરાતમાં તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- AMPCની ચૂંટણી હવે છપાયેલા બેલેટ પેપરને બદલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVM મારફતે થશે. છપાયેલા પેપર મારફતે થતા વોટિંગમાં મતની ગોપનિયતા રહેતી નથી. આથી, ગુજરાત સરકારે બજાર સમિતિઓની ચૂંટણી EVM મારફતે જ કરવા નિર્ણય કર્યો છે. જેને રાજ્યના સહકાર વિભાગે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે.

રાજ્યમાં 240 જેટલી AMPC કાર્યરત છે. જેના સંચાલન માટે ખેડૂત વિભાગમાંથી 10 અને વેપારી વિભાગમાંથી 4 અને સામાન્ય મતદાર મંડળમાંથી 2 બેઠકો માટે ચૂંટણી થતી હોય છે. APMCએ ખેડૂતો અને બજારના આર્થિકહિત સાથે સંકળાયેલી સહકારી સંસ્થા હોવાથી આવી સંસ્થામાં ચૂંટણીનું રાજકારણ ભારે ચડસાચડસીનું બની રહે છે. ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા યોજાતી હોવા છતાં ત્યાં મતદાર અને મતદાનની ગોપનીયતા રહેતી નથી. આથી. રાજ્યની તમામ APMCમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બની રહે તે ઉદ્દેશ્યથી સહકાર વિભાગે 40 બેલેટ યુનિટ અને 40 કંટ્રોલ યુનિટ સાથે કુલ 40 EVM ખરીદવા રૂપિયા 12 લાખના ખર્ચ સાથે વહીવટી મંજૂરી આપી છે. તેના માટે વિભાગના નાયબ સચિવ કે.વી.પટેલની સહીથી ગત સપ્તાહે ઠરાવ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.

સહકાર વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, EVMની ખરીદી માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂંક કરવામાં આવી છે. આ EVM પણ ભારતના મુખ્ય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી આયોગ જ્યાંથી ખરીદી કરે છે તેવા ભારત સરકારની કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લીમિટેડ અથવા ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ પાસેથી કરવામાં આવશે. કહેવાય છે કે, આગામી છ મહિનામાં EVM ખરીદીને ખેત બજાર અને ગામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. જ્યાંથી જે AMPCની ચૂંટણી યોજવાની હશે ત્યાં મતદાન માટે તેને ઉપયોગમાં લેવામાં આવશે.

Related Posts