રંગીન મિજાજી વહુએ વિદેશ જવાની લ્હાયમાં કરી સસરાની હત્યા, ઘરના પ્રાઈવેટ રૂમમાં થતા રંગરેલિયા

by ND
daugher-in-law killed her father-in-law in Kheda district, News Inside

Kheda|  ખેડા જિલ્લાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વહુ અને સસરા વચ્ચે દીકરી-પિતા જેવા સંબંધો હોય છે, પરંતુ ખેડાના સસરા-વહુએ આ સંબંધોને લજવ્યા છે. એક વહુના પોતાના સસરા સાથે આડા સંબંધો હતો. સસરા સાથે શારીરિક સંબંધો બાંધવા માટે વહુ તેમની પાસેથી રૂપિયા લેતી હતી. પરંતુ આ પ્રેમ વચ્ચે કોઈ દિવાર બન્યું, અને તેણે વહુને વિદેશ જવાની લાલચ આપી. તેથી તેણે પોતાના સસરા પાસેથી 2 લાખ રૂપિયાની માંગ કરી હતી. સસરાએ રૂપિયા આપવાની ના પાડતા વિફરાયેલી વહુ હેવાન બની હતી, અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા. તેણે ચાકુથી સસરાના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. તેમજ સસરાના માથા પર ચાકૂના ઘા કર્યા હતા. આખરે ઘરમાં બનેલા એક પ્રાઈવેટ રૂમમાંથી સસરાનો મૃતદેહ મળી આવ્યો હતો.

રંગીનમિજાજી વહુ બની કાતિલ
આ ઘટના ગુજરાતના ખેડા જિલ્લાની છે. જ્યાં રંગીન મિજાજી સ્વભાવને કારણે વહુએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે વહુની ધરપકડ કરી છે. તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. ઘટના પર નજર કરીએ તો, 75 વર્ષીય જગદીશ શર્મા ત્રણ દિવસથી ગાયબ હતા. તેથી તેમના મોટા ભાઈ વિજય શર્માએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતું તેઓ ક્યાય મળ્યા ન હતા. બાદમાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી તો માલૂમ પડ્યું કે, જગદીશ શર્માના તેમની વહુ સાથે સંબંધો હતો. ત્યારે તપાસ કરતા વૃદ્ધનો મૃતદેહ ઘરમાં જ મળી આવ્યો હતો.

આકરી પૂછપરછમાં વહુએ ગુનો કબૂલ્યો 
જગદીશ શર્માનો મૃતદેહ નગ્ન હાલતમાં અને ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં જણાવાયું કે, વૃદ્ધના પ્રાઈવેટ પાર્ટ અને માથા પર ગંભીર ઈજાઓ હતી. પોલીસે તપાસ શરૂ કરી તો, જગદીશ શર્માના દીકરાએ પોતાના નાના ભાઈની પત્ની મનીષા શર્મા પર શંકા હોવાનું જણાવ્યું. પોલીસે મનીષાની આકરી પૂછપરછ કરી તો તેણે બધુ કબૂલ્યું હતું. તેણે ચોંકાવનારી માહિતી આપી હતી. મનીષાએ જણાવ્યું કે, તેના સસરા જગદીશ શર્મા તેની સાથે સંબંધ બનાવતા હતા, બદલામાં તેને રૂપિયા આપતા હતા.

માથા પર હુમલો કર્યો
મનીષાએ હત્યાનું કારણ જણાવ્યું કે, ફેસબુક પર એક શખ્સ સાથે તેને મિત્રતા થઈ ગઈ હતી, જે તેને વિદેશ લઈ જવા માંગતો હતો. તેના કારણે તેને 2 લાખ રૂપિયાની જરૂર હતી. પરંતું તેના સસરાએ રૂપિયા આપવાની ના પાડી. તેમજ તે મનીષાને વિદેશ જતા રોકતો હતો. તેથી સસરા નામનો કાંટો રસ્તા પરથી હટાવવા માટે તેણે સસરાની હત્યા કરી હતી. સસરા તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધવા માંગતા હતા, તેણે રૂપિયા માંગ્યા તો તે ગાળો આપવા લાગ્યા. તેથી તેણે સસરાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો અને તેમના માથા પર હુમલો કર્યો.

 

Related Posts