રાજકોટમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં 2 ખેલાડીઓનું ટેસ્ટ ડેબ્યું થયું છે ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન, સરફરાઝ ખાનના ડેબ્યુ સમયે મેદાન પર તેનો પરિવાર હાજર હતો.
સરફરાઝને ડેબ્યુ કેપ ભારતીય સ્પિનર અનિલ કુંબલે આપી છે. તે સમયે તેના પિતા ખુબ જ ઈમોશનલ થયા હતા.
પહેલી ઈનિગ્સમાં આઉટ થતાં પહેલા સરફરાઝ ખાને 62 રન બનાવ્યા હતા. સરફરાઝે પોતાની જર્સી નંબર 97 પસંદ કરી છે જેની પાછળ એક રાઝ છે.
સરફરાઝ ખાનની જર્સી નંબર પાછળ તેના પિતા નૌશાદ ખાનનું ખાસ કનેક્શન છે. 97 નંબરમાં 9 (નૌ) અને 7 એટલે (સાત) છે. આ તેના પિતા સાથે જોડાયેલું છે. તમને જણાવી દઈએ કે, તેના પિતા મુંબઈના એક પ્રસિદ્ધ કોચ છે. જેમણે ખુદ સરફરાઝને કોચિંગ આપ્યું છે. આ સિવાય તેનો ભાઈ પણ હાલમાં અંડર 19 વર્લ્ડકપમાં 97 નંબરની જર્સી પહેરી હતી.
સરફરાઝ ખાને સતત ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવ્યા બાદ ભારતીય ટીમમાં સ્થાન પાક્કું કર્યું છે. કહી શકાય સરફરાઝનો આખો પરિવાર ક્રિકેટર છે.
સરફરાઝે તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં ઝડપી 62 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ માત્ર 66 બોલમાં આવી હતી. સરફરાઝ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ આ ખેલાડી રનઆઉટ થયો હતો.