News Inside
દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે (Defence Ministry) ભારતીય નૌકાદળ માટે 9 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ (Patrol Aircraft) ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવાશે.
આ કરારની કુલ કિંમત 29,000 કરોડ રૂપિયા છે.
કાનપુરની કંપની સાથે ડીલ
બુધવારે સંરક્ષણ મંત્રાલયે કાનપુર સ્થિત એક કંપની સાથે 1752.13 કરોડ રૂપિયાની ડીલના કરાર કર્યા છે. કરાર મુજબ 463, 12.7 એમએમની રિમોટ કંટ્રોલ બંદૂકનું પણ નિર્માણ કરાશે. આ બંદૂક પણ નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જવાનોને અપાશે. સંરક્ષણ મંત્રાલયના આ નિર્ણયથી માત્ર ભારતની સમુદ્રી તાકાત જ નહીં, પરંતુ આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન પણ મળશે. કરાર મુજબ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ અને એરબસ સંયુક્ત રીતે એરક્રાફ્ટ બનાવશે. આ એરક્રાફ્ટ અત્યાધુનિક રડાર સિસ્ટમ અને સેન્સરની સજ્જ હશે.
ચીનના વધતા પડકારનો સામનો કરવા માટે આ ડીલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે
ભારતીય નૌકાદળ હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી દખલ અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર વધતા હુમલાના પડકારને પહોંચી વળવા માટે તેની ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યું છે. હવે આ ડીલથી નેવીની તૈયારીઓને વેગ મળવાની આશા છે. ભારતીય વાયુસેના દ્વારા પ્રાપ્ત પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવ્યું હતું. આ ડીલ હેઠળ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે અને બાકીના 40 એરક્રાફ્ટ ટાટા દ્વારા ગુજરાતના વડોદરામાં બનાવવામાં આવશે.