પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કૉંગ્રેસ (TMC) નેતા અને આરોપી શેખ શાહજહાંને પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ થઈ છે. આજે બસીરહાટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. શાહજહાં 55 દિવસથી ફરાર હતો. તેમને બસિરહાટ કોર્ટમાં હાજર કરાયો તમામ આરોપો છતાં તેના ચહેરા પર શરમ કે ભય નહતો.
પહેલાં ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ દાવો કર્યો હતો કે શાહજહાં રાત્રે પોલીસના કસ્ટડીમાં લીધો હતો અને ત્યારથી તે પોલીસની સલામત કસ્ટડીમાં છે. શાહજહાંના 10 દિવસના રિમાન્ડને કોર્ટે મંજૂરી આપી છે.
સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના સહયોગીઓ પર મહિલાઓને સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે.
કોર્ટે કહ્યુકે, તેના પર યૌન ઉત્પીડન સહિતના 42 કેસ છે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે.
શાહજહાં શેખ ટીએમસીનો જિલ્લા સ્તરનો નેતા છે. રાશન કૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ શાહજહાંના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં શેખ ફરાર હતો.
હાઈકોર્ટે બંગાળ સરકારને શાહજહાંની ધરપકડ કરવાનું કહ્યું હતું. શાહજહાં શેખના 4 માર્ચના સુનાવણીમાં CBI, ED, પોલીસ અધિક્ષક, બંગાળ સરકારના પ્રતિનિધિઓ સહિત કોર્ટમાં હાજર રહીને જાહેર કરવામાં આવવો.
નોર્થ 24 પરગણા જિલ્લામાં મહિલાઓએ TMC નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. જેને પગલે સ્થાનિક મહિલાઓએ કથિત ગેરરીતિ સામે પ્રદર્શન કર્યું હતું. તેઓએ આરોપીઓની ધરપકડની માંગ કરી હતી.