Ahmedabad:
કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ નવીનતમ કાર્યક્રમો અને પરફોર્મન્સનો સમાવેશ થાય છે. આ વર્ષે, કાર્નિવલમાં પ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો જોવા મળશે.
કાર્નિવલમાં ગુજરાતી ગાયક કલાકારોની પર્ફોર્મન્સ પણ રહેશે, જેમાં 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મ કરશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે:
સ્ટેજ નં-1: પુષ્પકુંજ ગેટ પાસે
સ્ટેજ નં-2: બાલવાટિકા
સ્ટેજ નં-3: વ્યાયામ વિદ્યાલય પાસે
આ ઉપરાંત, લેસર શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે, અને નગીના વાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ ઉપલબ્ધ રહેશે.
કાર્નિવલમાં પ્રવેશ ફ્રી છે, જે વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.