જ્વેલરી શોપમાં કામ કરતા શખ્સે ઉડાવ્યા લાખોના દાગીના

by Bansari Bhavsar

અમદાવાદ: સોલા વિસ્તારમાં એક જ્વેલરી શોપમાં નોકરી કરતા એક શખ્સે લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, સોના મહોર જ્વેલર્સમાં કામ કરતા હર્ષ સોલંકી નામના વ્યક્તિએ દુકાનમાંથી સોનાની પાંચ વીંટી અને ત્રણ લક્કી મળી કુલ ૧૨ લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરી છે. દુકાનના માલિક હર્ષીતકુમાર શાહે આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી હર્ષ સોલંકી તા. ૭ એપ્રિલ અને ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નોકરી પર આવ્યો હતો અને ૮ એપ્રિલના રોજ સાંજે ૭ થી રાત્રે ૯ વાગ્યાની વચ્ચે તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

Related Posts