અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, મેફેડ્રોન સાથે બે આરોપીની ધરપકડ.

બાપુનગરમાંથી 59 ગ્રામ 700 મિલિગ્રામ મેફેડ્રોન જપ્ત, કિંમત રૂ. 5,97,000.

by Bansari Bhavsar

અમદાવાદ, તા. ૨૨ મે, ૨૦૨૫: શહેરના બાપુનગર વિસ્તારમાં એસઓજી ક્રાઈમ બ્રાન્ચે સફળ ઓપરેશન પાર પાડીને મેફેડ્રોન નામના નશીલા પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અને એસઓજી ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર દ્વારા શહેરને નશીલા પદાર્થોથી મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને પી.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઇન્સ. જે.બી. દેસાઈને મળેલી બાતમીના આધારે ૨૦ મે, ૨૦૨૫ના રોજ બાપુનગરમાં રામદેવનગર ત્રણ રસ્તા પાસે ગજાનંદ પાર્કિંગ સામેથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ શેરબાનુ ઉર્ફે સોનુ મહંમદ નદીમ અન્સારી (ઉં.વ. ૨૪) અને અદનાન ઉર્ફે બાબા આરીફભાઈ શેખ (ઉં.વ. ૧૮) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ૫૯ ગ્રામ ૭૦૦ મિલિગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત ૫,૯૭,૦૦૦ રૂપિયા છે. આ ઉપરાંત, અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૬,૫૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. દેસાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

Related Posts