અમદાવાદ: એલીસબ્રીજ પોલીસે એક ઘરઘાટી (નોકરાણી) દ્વારા કરેલી ચોરીના કેસમાં એક મહિલાને પકડી પાડી છે. પોલીસે તેની પાસેથી સોનાની લગડીઓ અને રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીમાં ભૂમિકાબેન નામની મહિલાનો હાથ છે. પોલીસે તેને શોધી કાઢી અને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે ભૂમિકાબેનની પાસેથી ૨૪ કેરેટની ૩૦૦ ગ્રામ સોનાની લગડીઓ અને ૫૦,૦૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
આ કેસમાં એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ભૂમિકાબેનની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ભુવા અને તેમની ટીમના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.સી.પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.