અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હ્યુન્ડાઈ ક્રેટા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ₹૮,૬૧,૧૨૦/- ના કુલ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેરની સૂચના મુજબ સિનિયર પોલીસ ઇન્સપેક્ટર એન.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, ચાંદખેડા એસ.પી. રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે રેડ કરવામાં આવી. રેડ દરમિયાન, સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજીસ્ટર નંબર: GJ-38-BA-7876) માંથી આરોપી મોહનભાઈ સોમાભાઈ સેનમાને પકડવામાં આવ્યો. પોલીસે કુલ ૩૨૪ નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર જેની કિંમત ₹૨,૫૫,૧૨૦/- છે, તે જપ્ત કરી છે. આ ઉપરાંત, ₹૬,૦૦૦/- નો મોબાઇલ ફોન અને ₹૬,૦૦,૦૦૦/- ની કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા કાર પણ જપ્ત કરવામાં આવી છે.
આરોપી મોહનભાઈ સોમાભાઈ સેનમા (ઉંમર ૩૩, રહેવાસી: ખોલવાડા ગામ, તા. સિધ્ધપુર, જિ. પાટણ) વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. કલમ ૬૬(૧)(બી), ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.