ટ્વિટ્ટર ‘X’ પર DP બદલતા જ થયું બ્લુ ટિક ગાયબ, અનેક નેતાઓને લાગ્યો મોટો ઝાટકો

by ND
Blue tick disappeared on Twitter 'X', News Inside

Twitter ‘X’| પ્રધાનમંત્રી મોદીએ રવિવારે 77માં સ્વતંત્રતા દિવસ પૂર્વે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના ભાગરૂપે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગાનો ફોટો મૂક્યો હતો. આ સાથે તેમણે દરેકને આવું કરવાની અપીલ પણ કરી હતી. આ તરફ PM મોદીની અપીલ પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ તેમજ અન્ય ઘણા લોકોએ પણ આવું કર્યું હતું. પરંતુ આ સમય દરમિયાન જેણે પણ ‘X’ (Twitter) પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યુ કે જેમને બ્લુ ટિક મળી હતી, તે લોકોનું બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું છે.

ઘણા મુખ્યમંત્રીઓનું બ્લુ ટિક દૂર કરાયું
‘X’ (Twitter) પર ડીપી બદલવાને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સીંગ ધામી સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓની બ્લુ ટિક પણ દૂર કરવામાં આવ્યું હતું. આ નામોમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથનું નામ પણ સામેલ છે. જોકે આ સમયગાળા દરમિયાન ગ્રે ટીકવાળા નેતાઓ સાથે આ જોવા મળ્યું ન હતું.

BCCIનું બ્લુ ટિક હટાવી દેવાયું
વિગતો મુજબ નેતાઓની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ તેના ‘X’ એકાઉન્ટનો DP બદલી નાખ્યા બાદ તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું.

જાણો હવે શું થઈ શકે?
હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં જ આ તમામ એકાઉન્ટમાં તેમની ટિક પરત કરશે. જણાવી દઈએ કે X ના નવા નિયમો અનુસાર જો તમે તમારી પ્રોફાઇલ પિક્ચર બદલો છો તો તમારા એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે.

Related Posts