ગૂગલે જેમિની AI ઇમેજ જનરેટર ટૂલ પર પ્રતિબંધ મૂક્યો, ખોટા ઐતિહાસિક ફોટા બનાવવા બદલ ટીકા

by Bansari Bhavsar

ટેક જાયન્ટ ગૂગલે તેના જેમિની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈમેજ જનરેટર ફીચરને બંધ કરવાની જાહેરાત કરી છે. જેમિની AIના ઇમેજ જનરેટર ટૂલે વિવિધતાના નામે ઐતિહાસિક ફોટાને ખોટી રીતે રજૂ કર્યા છે.

આ પછી ગૂગલને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. છેવટે, ગૂગલે હાલમાં ઇમેજ જનરેટર ટૂલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા ગૂગલે બાર્ડને પણ શરૂઆતમાં રોકવું પડ્યું હતું.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર યુઝર્સ મોડલ દ્વારા બનાવેલા ફોટો શેર કરી રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે કે AI ટૂલ ખોટી રીતે ઐતિહાસિક વ્યક્તિઓના ફોટા બનાવી રહ્યું છે. આમાંના મોટાભાગના લોકોના રંગને લઈને પ્રશ્નો ઉભા થયા છે, જેમાં ઈતિહાસના દ્રશ્યો પણ સામેલ છે. એટલે કે ગૂગલનું AI મોડલ રંગના આધારે લોકોને ખોટી રીતે બતાવી રહ્યું છે.

ગૂગલ દાવો કરે છે, પરંતુ સત્ય અલગ છે

ગૂગલે બુધવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે AI ફીચર લોકોની વિશાળ શ્રેણી જનરેટ કરી શકે છે. પેદા કરી શકે છે. અને તે સામાન્ય રીતે સારી બાબત છે કારણ કે સમગ્ર વિશ્વમાં લોકો તેનો ઉપયોગ કરે છે.

ગૂગલે જેમિની AI પર પ્રતિબંધ મૂક્યો

પરંતુ હવે ગૂગલે તેના જેમિની AI ટૂલ પર પ્રતિબંધ મૂક્યો છે. ગૂગલે તેની X પોસ્ટ પર આ માહિતી આપી છે. ગૂગલે લખ્યું, “અમે પહેલાથી જ જેમિની ફોટો જનરેશન ફીચર સાથે તાજેતરની સમસ્યાઓને ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ. આમ કરતી વખતે, અમે લોકોની ઇમેજ જનરેશનને થોભાવીશું અને ટૂંક સમયમાં સુધારેલ અપડેટને ફરીથી રિલીઝ કરીશું.”

Related Posts