બોઇંગના પૂર્વ કર્મચારી અને કંપનીમાં ટેકનિકલ ગડબડનો ખુલાસો કરનારા જોન બારનેટ શંકાસ્પદ હાલતમાં મૃત મળ્યા છે. જોન બારનેટે 32 વર્ષ સુધી બોઇંગમાં સેવા આપી હતી અને વર્ષ 2017માં બારનેટ બોઇંગમાંથી રિટાયર થયા હતા. જોન બારનેટ વ્હિસલબ્લોઅર હતા, જેમણે કંપનીમાં કામ કરતા કેટલીક ગડબડનો ખુલાસો કર્યો હતો. હવે બારનેટના શંકાસ્પદ મોતથી કેટલાક ગંભીર સવાલ ઉભા થયા છે.
બારનેટે બોઇંગ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો
જોન બારનેટ (62 વર્ષ) બોઇંગમાં ક્વોલિટી મેનેજર કંપનીના નોર્થ ચાર્લ્સટન પ્લાન્ટમાં કામ કરતા હતા, તેમનું કામ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાનના પ્રોડક્શનમાં ગુણવત્તાનું ધ્યાન રાખવાનું હતું. વર્ષ 2019માં બારનેટે આરોપ લગાવ્યો હતો કે કંપનીના કર્મચારી દબાણમાં વિમાનમાં ખરાબ ઉપકરણ લગાવી રહ્યાં છે. બારનેટે વિમાનની ઓક્સીજન સિસ્ટમમાં ગંભીર ગડબડનો દાવો કર્યો હતો. બારનેટે એક મીડિયા સંસ્થાને આ ગડબડનો ખુલાસો કર્યો હતો. જોકે, કંપનીએ બારનેટના આરોપોને ફગાવી દીધા હતા. બારનેટે આ મામલે કંપની વિરૂદ્ધ નોંધાયેલા ગુનાહિત કેસમાં પોતાનું નિવેદન પણ આપ્યું હતું.
પોતાના ટ્રકમાં મૃત મળ્યા બારનેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન બારનેટ 9 માર્ચે પોતાના ટ્રકમાં મૃત મળ્યા હતા. ચાર્લ્સટન કાઉન્ટી પોલીસે પણ બારનેટના મોતની પૃષ્ટી કરી છે. જોન બારનેટે બોઇંગ વિમાનોની એસેમ્બલી પ્રક્રિયામાં ગડબડનો ખુલાસો કર્યો હતો અને આરોપ લગાવ્યા હતા કે એસેમ્બલી પ્રક્રિયામાં ગુણવત્તા સાથે સમજૂતિ કરવામાં આવી રહી છે. વર્ષ 2017માં અમેરિકન સંઘીય એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ બોઇંગ પર આવા જ આરોપોને લઇને તપાસ કરી હતી. જોન બારનેટે રિટાયરમેન્ટ બાદ કંપની વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.