અન્નત્યાગ પર બેઠેલા રાજકોટના પદ્મિનીબા વાળાને પણ અમદાવાદમાં યોજાનાર બેઠકમાં આમંત્રણ

by ND
Padminiba Vala of Rajkot, sitting on Annatyag, also invited to the meeting to be held in Ahmedabad

ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદની માંગણી સાથે અન્નત્યાગ કરી આંદોલનના મંડાણ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ અંગે કરેલું નિવેદન અપમાનજનક છે. અમારી એક જ માગ છે કે, ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શિશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાનું એલાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજની 92 સંસ્થાઓની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.

હાલ પદ્મિનીબાને અમદાવાદ ખાતે બેઠકમાં આમંત્રણ આપવામાં આવતા તેઓ અમદાવાદ ખાતે રવાના થયા છે, જોકે તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવાય તોય અમારી માગ ઉપર અમે અડગ રહીશું.

Related Posts