અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૫: પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિજિલન્સ (SMC) માં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સચિન શર્માનું વહેલી સવારે હાર્ટએટેક આવતા કરુણ નિધન થયું છે. તેમના અકાળ અવસાનથી પોલીસ દળમાં અને તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, PSI સચિન શર્મા પોતાની ફરજ પ્રત્યે અત્યંત નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ અધિકારી હતા. તેમની અચાનક વિદાયથી પોલીસ વિભાગને એક સક્ષમ અને કર્મઠ અધિકારી ગુમાવવાનો દુઃખદ અનુભવ થયો છે.
સચિન શર્માના નિધનના સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને શોક સંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમના નિધનથી પોલીસ પરિવારમાં ઊંડા શોકની લાગણી પ્રસરી છે.