દ્વારકાના ગોમતી ઘાટ પર ‘આશીર્વાદનો દીપ’: PM નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવાને બિરદાવવા પ્રગટાવાયા દીપ

by Bansari Bhavsar

દ્વારકા:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે પવિત્ર યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને વડાપ્રધાનની દીર્ઘાયુ અને જનસેવાની ભાવનાને બિરદાવી હતી.

​મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ

આ ઉજવણી દરમિયાન સંસદસભ્ય પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કે.પી. જોશી, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી તેમજ પ્રાંત અધિકારી વાય.પી. ગઢવી સહિત સ્થાનિક વહીવટી અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ગોમતી ઘાટ ખાતે હાજર રહ્યા હતા.

​’સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જનસેવાના સંકલ્પ અને સેવાકાર્યોને બિરદાવવા માટે રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ સામાજિક, આરોગ્ય અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

Related Posts