અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગની ઝડપાઇ, ત્રણની ધરપકડ કરવામાં આવી

by Bansari Bhavsar
Ahmedabad police LCB, News Inside
  • વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઇ 
  • 12 બાઈક અને ગાડી સાથે ત્રણની ધરપકડ 
  • અમદાવાદ LCB ઝોન 1 દ્વારા ગુન્હો ઉકેલવામાં  આવ્યો 
  • જુદા જુદા વિસ્તારમાં વાહન ચોરી કરવામાં આવ્યા હતા 
  • 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો 
  • સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી 

અમદાવાદ :  શહેરના જુદા જુદા વિસ્તારમાં અવાર નવાર વાહન ચોરીની ફરિયાદો સામે આવતી હોય છે. વાહન ચોરી કર્યા બાદ તે વાહનોનો વધુ ઉપયોગ ગુમાહિત પ્રવૃતિઓ કરવા માટે થતો હોય છે. ઘરફોડ ચોરી, લૂંટ, ફાયરિંગ, ચેન સેચિંગ વગેરે ગંભીર ગુનાઓ મોટા ભાગે ચોરાયેલા વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા ગંભીર ગુનાહિત ઘટનાઓ ન બને તે માટે વાહન ચોરી કરતી ગેંગને પકડાવી ખુબજ મહત્વની હોય છે.

અમદાવાદ LCB ઝોન 1 દ્વારા વાહન ચોરી કરતી ગેંગને ઝડપી વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવો તે ખુબજ પ્રશંસનીય કામગીરી છે. 12 ચોરાયેલા બાઈક અને 1 ચોરી કરેલી હુન્ડાઈ I-20 સહીત કુલ 4.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઇટ, આનંદનગર, સરખેજ અને સોલા વિસ્તાર માંથી ચોરી થયેલા વાહનોનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

વાહન ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓ (1) રાહુલ કિશોરભાઈ ચાંપાનેરી જેની ઉમર 23 વર્ષ છે (2) યોગેશ ઉર્ફે ગોપાલ બોરખતરીયા જેની ઉમર 25 વર્ષ છે અને (3) દિલીપ બોરખતરીયા જેની ઉમર 40 વર્ષ છે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ જુદા જુદા જિલ્લાના છે. અને અમદાવાદમાં આવી વાહનો ચોરી કરતા હતા. LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાહન ચોરી કરતી ગેંગને પકડવા માટે તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસ કરતા ઉપરોક્ત ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલા વાહનોનું ડિરેક્શન કરી ગુનાનો ભેદ ઉકેલાયો હતો. હાલ LCB દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Related Posts