પોલીસ બેડામાં ખળભળાટ, તટસ્થ તપાસ થશે : એ .એસ પી

by ND
Female bootlegger accuses policeman of physical abuse
એક મહિલા બુટલેગરના પતિનું નિધન થતા ત્રણ બાળકોનું ભરણપોષણ કરવા દેશી દારૂનો ધંધો શરૂ કર્યો અને પોલીસને હપ્તા આપતા ઘરે અવર-જવર શરૂ થઈ અને મહિલા ની એકલતાનો લાભ ઉઠાવીને ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલાં હાલ એસ. ઓ. જી. ગીર સોમનાથ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું અને શરીરસંબંધ બાંધવા શારીરિક શોષણ કર્યાનાં આક્ષેપ સાથે પોલીસમાં સોગંદનામું રજુ કરતા ઊના ડિવિઝન પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલ એ તપાસ ધમધમતી કરીને બુટલગર મહિલા નાં ચાર કલાક થી વધું સમય સુધી કચેરી એ બોલાવી નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.ઓનલાઇન કેમેરા વચ્ચે નિવેદન નોધી ફરીયાદ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહીં છે.
ગીર સોમનાથ જિલ્લા એક પોલીસ સ્ટેશન ની હદ નાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ત્રણ સંતાન ધરાવતી વિધવા મહિલા બુટલેગર દારૂ નો ધંધો કરતી હોય અને પોલીસ તેનો હપ્તો વસુલ કરવા આવતાં આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા વિવિધ જગ્યાએ બોલાવી ડરાવી ધમકાવી શારીરિક શોષણ કર્યાનો ગંભીર આક્ષેપ સાથે પોલીસ અધિકારી ને લેખિત રજૂઆત કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સાત વર્ષ પહેલાં આ મહિલા બુટલેગરે એક બુટલગર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેથી મહિલા બુટલેગર નાં પિયર પક્ષે તેનાં થી ધરેલું સંબંધ તોડી નાખ્યાં હતાં પ્રેમ લગ્ન બાદ આ મહિલા બુટલેગર ને સારી રીતે પોતાનું સંસાર ચાલતું હતું અને પતિ ને દારૂ નાં વ્યવસાય માં મદદ કરતી હતી સાત વર્ષ દરમ્યાન આ મહિલા બુટલેગર ને ત્રણ સંતાનો 3 થી 6 વર્ષ સુધી નાં હોય આ દરમિયાન એક વર્ષ પહેલાં પોતાનાં પતિ નું હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું
આર્થિક પરિસ્થિતિ અને ત્રણ સંતાનો નાં ભરણપોષણ અને મોટાં કરવાની જવાબદારી પોતાનાં માથે આવતાં અને કોઈ સહારો નહીં હોવાથી મહિલા બુટલેગર એ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પોતાના ડેલામાં શરૂ કરી ને નાનો દારૂનો ધંધો શરૂ કરતાં બે ત્રણ વખત પોલીસે રેઇડ કરી કેસ દાખલ કરતાં આખરે મહિલાને દારૂ નો ધંધો કરવો હોય તો હપ્તા આપવાં પડે આમ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ નાં 2 હજાર થી 5 હજારનાં હપ્તા નક્કી થતાં પોલીસ ની અવર જવર શરૂ થઈ ગઈ અને વારંવાર ચાર પોલીસે આ મહિલા બુટલેગર ની એકલતાનો નો લાભ ઉઠાવી ને શારીરિક શોષણ શરૂ કર્યું
વારંવાર ડરાવી ધમકાવી અને દારૂનાં ખોટાં કેસ કરવાં ની ધમકી આપી જુદીજુદી જગ્યાએ એકલી બોલાવી શરીર સંબંધ બાંધવા શારીરીક શોષણ કરતાં હતાં એક પોલીસ કર્મી તો સાત માસ થી ચાર પાંચ દિવસ એક વખત સારીરીક સંબંધ બાંધવા શોષણ કરતો હોવાનો ગંભીર આક્ષેપ મહિલા બુટલેગર એ કર્યો છે આખરે આ મહિલા એ દારૂ વેચવા નો ધંધો બંધ કરી દેતાં પોલીસ એ ખોટાં કેસો કરીને દારૂ બીજે થી લાવી મુકી ને પણ પોતાના કબજામાં રાખવા મહિલા નું શોષણ કરાતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
પોલીસકર્મી દ્વારા મોબાઈલમાં કરેલા બિભત્સ મેસેજ અહી લખી શકાય તેમ નથી
છેલ્લા ધણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં બ્રાન્ચ માં ફરજ બજાવતા પોલીસ કર્મી એ આ ભોગ બનેલી બુટલગર મહિલા ને તેનાં વોટ્સએપ મોબાઈલ નંબર કરેલા બિભત્સ મેસેજ કરેલ છે તે અહિ લખી શકાય તેમ નથી ત્યારે હાલ આ પ્રકરણ પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર બની ગયેલ છે.
બંધ બારણે નિવેદન લેવામાં આવ્યું
ભોગ બનનાર બુટલગર મહિલા 15 ફેબ્રુઆરી નાં સવારે ઊના એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ પાસે પહોંચી હતી ત્યાં મહિલા પી એસ આઈ આર એચ સુવા સમક્ષ પોતાનાં પર જે આપવિતી થયેલ તે દર્દ ભરી વેદનાં સાથે નિવેદન નોંધાવ્યું હતું જે નિવેદન ચાર કલાક સુધી ચાલ્યું હતું આ કાનુની પ્રકિયા ઓન લાઇન કેમેરા હેઠળ કરાઈ હતી.
તટસ્થ તપાસ થશે : એ .એસ પી
આ ઘટના સંદર્ભે એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ નો સંર્પક કરતાં તેમણે ધટનાની વિગતો અને ભોગ બનનાર ની અરજી મળી હોવાનું અને હાલ તપાસ શરૂ હોય સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા તટસ્થ રીતે તપાસ થશે કોઈ પણ દોષિત ને છોડવાં માં નહીં આવે આ પ્રકરણમાં હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા આક્ષેપ થયેલાં પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરાઈ છે.
4 સામે ફરિયાદ નોંધાઇ, 2ની અટક
આ કેસમાં પોલીસ કર્મી સલીમ બ્લોચ,મોહન મકવાણા,વહીવટદાર પ્રકાશ સીંગળ, હોમગાર્ડ જવાન શાહમદાર વિરૂદ્ધ ફરિયાદ થઈ છે.જ્યારે પ્રકાશ અને સલીમને પોલીસે પકડી લીધા છે.અને તપાસ પ્રભાસ પાટણ મહિલા પી.એસ.આઈ એમ.વી પટેલ ચલાવી રહ્યાં છે.

Related Posts