#LokSabhaElection2024: બનાસકાંઠામાં ઉમેદવારને જીતાડવા મતદારો આપી રહ્યા છે રૂપિયા

by ND
મતદાતાઓ તેમને ચાંલ્લો કરી શુકન પેટે રૂપિયા આપવા માટે લાઇનમાં

લોકસભા ચૂંટણી 2024 માટેનો ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. ભાજપ, કોગ્રેસ સહિતના તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે ચૂંટણીમા જીતવા માટે ઉમેદવારો મતદારોને રૂપિયા વહેંચતા હોય છે. આ અંગેના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામા વાયરલ થતા રહે છે પરંતુ રાજ્યના બનાસકાંઠામાં ‘ઉલટી ગંગા’ જોવા મળી હતી. બનાસકાંઠામાં કોગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણીના સમયે નેતાઓ મતદારોને રૂપિયા વહેચતા હોય છે તેવા દ્રશ્યો સામાન્ય છે પરંતુ બનાસકાંઠામાં તેનાથી વિપરિત સ્થિતિ જોવા મળી હતી. બનાસકાંઠા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા મતદાતાઓ તેમને રૂપિયા આપવા માટે લાઇનમાં ઉભા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરની અપીલ પર વિસ્તારના લોકો તેમને રૂપિયા આપી રહ્યા છે. ચૂંટણી ખર્ચ માટે ગેનીબેનની જોળી નાગરિકોએ રૂપિયાથી ભરી હતી.

Related Posts