નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ, PM નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ

મુખ્યમંત્રી-રાજ્યપાલ 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'ની મુલાકાત લીધી

by ND
World's largest blood donation camp at Narendra Modi Stadium

અમદાવાદ : ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની અનોખી ઉજવણી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં 5 લાખથી પણ વધારે બ્લડના યુનિટ એકત્રિત કરવામાં આવશે.

આજનો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ તરીકે ખૂબ જ ખાસ છે. આ બે પ્રસંગોની ઉજવણી કરવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.0’ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) અને 50થી વધુ અન્ય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે, જે એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે.

સવારે 7 વાગ્યાથી શરૂ થયેલો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાંજે 7 વાગ્યા સુધી એટલે કે કુલ 12 કલાક ચાલશે. મોટી સંખ્યામાં લોકો આ માનવતાના કાર્યમાં ભાગ લઈ રહ્યા છે, જે સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસ દ્વારા, રક્તની જરૂરિયાતવાળા હજારો દર્દીઓને નવજીવન મળશે.

 

Related Posts