અમદાવાદ: 8 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર 60 વર્ષના નરાધમને ‘અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ’ની સજા, પોક્સો કોર્ટનો કડક ચુકાદો

by Bansari Bhavsar

​અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર ૬૦ વર્ષના આરોપી દલપતભાઇ ઉર્ફે દીલીપ વઢીયારીને સ્પેશિયલ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવીને “અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદ”ની સજા ફટકારી છે. સાથે જ આરોપીને રૂ. ૫૦,૦૦૦નો દંડ પણ કરવામાં આવ્યો છે.

​ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી:

​આ ઘટના ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બની હતી, જ્યારે આરોપીએ બાળકીને લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

​કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ધવને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધરપકડ કરી હતી.

​પોલીસે માત્ર ૫૭ દિવસના ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી હતી.

​સરકારી વકીલ ડી.એમ.ઠાકોર અને કે.જી.જૈનની ધારદાર દલીલોને આધારે કોર્ટે ૨૯ મે, ૨૦૨૬ના રોજ આ કડક સજા સંભળાવી છે.

​આ ચુકાદો ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રની બાળ સુરક્ષા પ્રત્યેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને સાર્થક કરે છે.

Related Posts